ઓસ્ટ્રેલિયાની કરવેરા કચેરી (એટીઓ)ની વેબસાઇટ પર તમારું સ્વાગત છે
તમારાં હક અને ફરજો સમજવામાં તમને મદદ કરવા માટે આ પાનાંઓ પર ઓસ્ટ્રેલિયાનાં કરવેરા અને નિવૃત્તિ વેતન (સુપર) વિષયક માહિતી છે.
જો તમને એવું લાગતું હોય કે આ વેબપેજો પરની કોઇ માહિતી તમારા સંજોગોને આવરિ લેતી નથી અથવા તમે ચોક્કસ ન હોવ કે તે તમને કેવી રીતે લાગુ પડે છે, તો તમે અમારી પાસેથી વધુ મદદ મેળવી શકો છો.
જો તમારે અમારી સાથે વાત કરવાની જરૂર હોય તો, ફોન કરો:
- વ્યક્તિગત પૂછપરછ - 13 28 61
- ધંધાકીય પૂછપરછ - 13 28 66
- નિવૃત્તિ વેતન પૂછપરછ - 13 10 20
જો તમે અંગ્રેજી સિવાયની અન્ય ભાષામાં વાત કરવા માંગતાં હોવ તો, તમે અનુવાદ અને દુભાષિયા સેવા (TIS National)નો ઉપયોગ કરી શકો છો. આ નિઃશુલ્ક સેવા એક દુભાષિયા સાથે અમને ફોન કરશે જેથી અમે તમારાં પ્રશ્નોનાં જવાબ આપી શકીએ.
અનુવાદ અને દુભાષિયા સેવાને (પૂર્વી ઓસ્ટ્રેલિયાનાં પ્રમાણિત સમય મુજબ સવારે 8:00થી સાંજનાં 6:00 સુધીમાં) ફોન કરો:
- જો તમે ઓસ્ટ્રેલિયામાં હોવ તો 13 14 50
- જો તમે ઓસ્ટ્રેલિયાની બહાર હોવ તો +61 3 9268 8332.