ato logo
Search Suggestion:

અમારી સનદ

Last updated 2 July 2023

અમારી તમારા પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ, અમે તમારી પાસે શું અપેક્ષા રાખીએ છીએ અને જો તમે સંતુષ્ટ ન હોવ તો શું વિકલ્પો છે તે વિશે જાણો.

આ પૃષ્ઠ પર

અમારી સનદ વિષે

અમે ઓસ્ટ્રેલિયાના કર, નિવૃત્તિ વેતન અને ધંધાની નોંધણીની સેવાઓનું સંચાલન કરીએ છીએ. અમે સરકારી લાભોને સમુદાય સુધી પહોંચતા કરવામાં પણ સહાય કરીએ છીએ.

અમારી સેવોઓ આપણે ઓસ્ટ્રેલિયામાં જે જીવન પ્રણાલીનો આનંદ માણીએ છીએ જેમકે, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ અને સામુદાયિક પૂર્વ-જરૂરિયાતો, તેને ટેકો આપવા માટે આવશ્યક છે.

આ શક્ય બનાવવા માટે તમારે ભાગ ભજવવો જરૂરી છે. તમારી ફરજો પૂરી કરવા ક્યારેક ક્યારેક તમારે અમારી સાથે મળીને કામ કરવું પડશે.

અમે સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ કે, જ્યારે પણ તમે અમારી સાથે મળીને કામ કરો ત્યારે તમારો અનુભવ સરળ અને વ્યાવસાયિક હોય.

આ સનદ:

 • તમે અમારી સાથે વહેવાર કરો ત્યારે શું અપેક્ષા રાખી શકો છો તે સમજાવે છે
 • અમારી સાથે કામ કરનાર દરેકને લાગુ પડે છે
 • આપણે બંનેએ પાલન કરવું પડે તેવા કાયદાઓ, સંહિતાઓ અને સિદ્ધાંતો પર આધારિત છે.

જો અમે લીધેલા નિર્ણયો સાથે તમે અસંમત હોવ અથવા તમને લાગે કે અમે આ સનદનું પાલન નથી કર્યું તો તમે લઇ શકો તેવા પગલાં પણ છે.

તમારા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા

ન્યાયી અને વાજબી વર્તન

તમારી સાથેનો અમારો સંબંધ અરસપરસના વિશ્વાસ અને આદરભાવ પર આધારિત છે. અમે જે પણ કાંઇ કરીએ તેમાં ન્યાયપૂર્ણ, નૈતિક અને જવાબદારી ભર્યા રહેવા અમે પ્રતિબદ્ધ છીએ.

અમે:

 • તમારી સાથે વિનયપૂર્વક, તમારી લાગણીઓનો વિચાર કરીને અને આદરપૂર્વકનું વર્તન કરીશું
 • પ્રામાણિકતા અને નીતિમયતાથી કામ કરીશું
 • નિષ્પક્ષ રહીશું અને સદ્ભાવનાથી કાર્ય કરીશું
 • તમે પ્રામાણિક છો તેમ માનીને વર્તીશું, સિવાય કે એવું નથી તેમ માનવાનું અમારી પાસે કારણ હોય અને તમને સ્પષ્ટતા કરવાની તક આપીશું
 • વ્યાવસાયિક સલાહકાર જેવા તમારું પ્રતિનિધિ કરવા તમે નીમેલ વ્યક્તિ સાથે કામ કરીશું.

વ્યાવસાયિક સેવા

અમે સમજીએ છીએ કે કાયદાની અંતર્ગત તમારા હકો અને ફરજો જટિલ હોય શકે છે. અમે, તમે તમારા હકો સમજી શકો અને ફરજો નિભાવી શકો તેમાં મદદરૂપ થવા, વિશ્વસનીય, સુલભ અને ઉપયોગી માહિતી તમને પૂરી પાડવાનો ધ્યેય રાખીએ છીએ.

અમે:

 • પ્રતિભાવશીલ રહીશું અને સમયસર, સચોટ અને સરળતાથી સમજી શકાય તેવી માહિતી પૂરી પાડીશું
 • સરળતાથી ઉપયોગમાં લઇ શકાય તેવા અને સમાવિષ્ટ હોય તેવા અમારા ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવા અમે સમુદાય સાથે મળીને કામ કરીશું
 • અમારી સેવાઓ ડીજીટલ માધ્યમથી પૂરી પાડીશું સિવાય કે વૈકલ્પિક અભિગમ વધુ યોગ્ય હોય.

ટેકો અને સહાય

અમે સમજીએ છીએ કે જુદા-જુદા સમયે લોકોને વિવિધરૂપમાં સહાયની જરૂર પડી શકે છે. અમે જાણીએ છીએ કે, જો તમે ભેદ્યતા અનુભવી રહ્યાં હોવ, કપરાં સંજોગોમાંથી પસાર થઇ રહ્યાં હોવ અથવા કટોકટી ઘટનાઓથી અસરગ્રસ્ત હોવ તો, તમારા માટે તમારી ફરજોનું પાલન કરવું અઘરું હોય શકે છે. મોટાભાગનાં સંજોગોમાં અમે તમારી ફરજો દૂર તો ન કરી શકીએ, પરંતુ તમે તેનું પાલન કરી શકો તેમાં અમે તમને સહાય કરી શકીએ તેવા રસ્તાં હોય શકે છે.

અમે:

 • જ્યાં શક્ય હશે ત્યાં તમારાં સંજોગો વિશે સાંભળીશું અને તે ધ્યાનમાં લઇશું
 • કટોકટી ઘટનાઓ અને કપરાં સમયમાં ટેકો પૂરો પાડીશું
 • જો તમને અમારી સેવાઓ સમજવામાં અથવા મેળવવામાં મદદની જરૂર હોય તો, સહાય પૂરી પાડીશું.

તમારી આધાર સામગ્રીની સુરક્ષા અને ગોપનીયતા

તમારી માહિતી અને આધાર સામગ્રીની સુરક્ષા કરવાની જવાબદારીને અમે ખૂબ ગંભીરતાપૂર્વક લઇએ છીએ. આધુનિક ડીજીટલ વિશ્વમાં તમારી અંગત માહિતીની ગોપનિયતા અને સુરક્ષા કેટલી મહત્વપૂર્ણ છે તે અમે સમજીએ છીએ.

અમે:

તમને માહિતગાર રાખવા

અમે તમારી સાથે અને સમુદાય સાથેના અમારા પારસ્પરિક વ્યવહારને પારદર્શક અને જવાબદારીપૂર્ણ રાખવા કટિબદ્ધ છીએ.

અમે:

 • અમારા નિર્ણયો સમજાવીશું
 • અમારી પ્રગતિથી તમને માહિતગાર રાખવીશું
 • તમારા હકો, ફરજો અને પુર્નઃવિચારણા વિકલ્પોની જાણ કરીશું અને તે સમજાવીશું
 • જ્યાં યોગ્ય હશે, તમને તમારી માહિતી અને નિર્ણય લેવામાં અમને મદદ કરી શકે તેવી માહિતી જાણવા દઇશું.

અમે તમારી પાસેથી શું અપેક્ષા રાખીએ છીએે

તમારા સંજોગો પ્રમાણે કાયદાની અંદર તમારી શ્રેણીબદ્ધ જવાબદારીઓ હશે.

અમારી સાથે સૌજન્યપૂર્ણ, વિવેકપૂર્ણ અને આદરપૂર્વક વ્યવહાર કરો.

સત્યવાદી રહો અને કાયદાની અંદર રહીને વર્તન કરો.

અમારા પ્રશ્નોનો સમયસર જવાબ આપો અને બધી જ સંબંધિત માહિતી અમને આપો. અમે જે સમજીએ છીએ તે સાચું છે અને વર્તમાનમાં છે તે સુનિશ્ચિત કરવા અમે તમને પ્રશ્નો પૂછી શકીએ છીએ અથવા વધુ માહિતી એકઠી કરી શકીએ છીએ

જો તમારા કોઇ પ્રતિનિધિ હોય તો અમને જણાવશો. હજી પણ જો કે અમને આપવામાં આવેલ માહિતી ભૂલરહિત છે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે.

ભરવા અને ચૂકવણી કરવા સહિતની તમારી જવાબદારીઓ પૂર્ણ કરો. જો તમે તે કરી શકો તેમ ન હોવ તો, આખર તારીખ પહેલાં જેટલી બને તેટલી વહેલી અમને જાણ કરો જેથી અમે તમને ટેકો આપી શકીએ.

સારી-સ્પષ્ટ નોંધો રાખો અને જરૂર પડ્યે અમને તે આપો.

તમારી ઓળખ માહિતી સલામત રાખવાની કાળજી રાખો અને જો તમારી વિગતો બદલાય તો અમને જાણ કરો.

જો તમે નિર્ણયની પૂર્નઃવિચારણા કરાવવા માંગતા હોવ તો લેવાના પગલાં

જો તમને લાગતું હોય કે અમે અમારો નિર્ણય લેવામાં ભૂલ કરી છે તો, શક્ય તેટલું ઝડપથી અને સરળતાથી તમારી ચિંતાઓનું નિરાકરણ લાવવા અમે તમારી સાથે મળીને કામ કરીશું.

અમે કાયદામાં ફેરફાર નહિં કરી શકીએ. પરંતુ તમારા સંજોગોમાં તે કેવી રીતે લાગુ પડે છે તે સમજવામાં અમે તમારી મદદ કરી શકીએ છીએ.

અમે કાનૂની સમીક્ષા અધિકારો સહિતના તમારા વિકલ્પો અને ફરિયાદ કેવી રીતે કરવી તેની રૂપરેખા પણ આપીશું.

પ્રથમ પગલાં તરીકે, અમે તેનો ઉકેલ લાવી શકીએ છીએ કે કેમ તે જાણવા તમારી ચિંતાઓની અમારી સાથે ચર્ચા કરો. તમને કોઇ ચોક્કસ સંપર્ક માહિતી આપવામાં આવી શકે છે અથવા તમે અમારો સંપર્ક કરી શકો છો.

અમારા ઘણાં નિર્ણયોનો તમે સ્વતંત્ર અધિકારી, કે જે મૂળ નિર્ણય લેવામાં સામેલ ન હતા, દ્વારા સમીક્ષા કરાવવાની વિનંતી પણ કરી શકો છો.

જો તમે અમારી આંતરિક સમીક્ષાથી અસંમત હોવ તો, તમે બાહ્ય સમીક્ષાની માંગ કરી શકો છો. મોટાભાગનાં કિસ્સાઓમાં બાહ્ય સમીક્ષાની વિનંતી કરતાં પહેલાં, તમે અમારી સાથે આંતરિક સમીક્ષા કરાવી હોવી જોઇએ અને તેના પરિણામથી અસંમત હોવા જોઇએ.

તમે વાંધો ઊઠાવી રહ્યા હોવ તે નિર્ણયના પ્રકારના આધારે તમારી પાસે બાહ્ય સમીક્ષાના વિકલ્પો હોય શકે છે જેમ કે ન્યાયાલયો અથવા ન્યાયપંચો.

જો તમે અમારી સેવાથી સંતુષ્ટ ન હોવ તો લેવાના પગલાં.

જ્યારે તમે અસંતુષ્ટ હોવ તો તે જાણવું અમારા માટે મહત્વપૂર્ણ છે જેથી અમે અમારી સેવાઓમાં સુધારો કરી શકીએ.

જો તમને લાગતું હોય કે અમે તમારી અપેક્ષા પ્રમાણે નથી કર્યું અથવા અમારી સનદનું પાલન નથી કર્યું તો, કેટલાક પગલાં છે જે તમે લઇ શકો છો:

 1. પ્રથમ પગલાં તરીકે, એક એટીઓ અધિકારી સાથે તમારી ચિંતાઓની ચર્ચા કરવા પ્રયત્ન કરો કે જે તમારી મુશ્કેલીનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે. તમને કોઇ ચોક્કસ સંપર્ક માહિતી આપવામાં આવી શકે છે અથવા તમે અમારો સંપર્ક કરી શકો છો.
 2. જો તમે સંતુષ્ટ ન હોવ તો, તમે એક વ્યવસ્થાપક સાથે વાત કરવાની માંગ કરી શકો છો.
 3. જો આનાથી પણ તમારી સમસ્યાનો ઉકેલ ન આવે તો, અમારી પ્રક્રિયામાં સુધારો લાવવા તમે પ્રતિસાદ આપી શકો છો અથવા ઔપચારિક ફરિયાદ નોંધાવો.

અમે બધી જ ફરિયાદોને ગંભીરતાથી લઇએ છીએ અને ઝડપથી અને ન્યાયપૂર્ણ રીતે તેનો ઉકેલ લાવવાનો ધ્યેય રાખીએ છીએ.

ફરિયાદ કરવાથી અમારી સાથેના તમારા સંબંધો પર અસર નહિં પડે.

જો અમને ફરિયાદ કર્યા પછી તમે સંતુષ્ટ ન હોવ તો, સ્વતંત્ર તપાસ માટે તમે ઇન્સપેક્ટર જનરલ ઓફ ટેક્સેશન એન્ડ ટેક્સેશન ઓમ્બ્ડ્સમનExternal Linkનો સંપર્ક કરી શકો છો.

તમે અમારી પાસેથી વળતર માટે અરજી પણ કરી શકો છો, જો તમે:

 • માનતા હોવ કે અમારા પગલાંને લીધે કાનૂની જવાબદારીઓ વધી છે
 • અમારા ક્ષતિગ્રસ્ત વહીવટને કારણે આર્થિક નુક્શાન થયું હોય.

અમારો સંપર્ક કેવી રીતે કરવો

જો તમારા પ્રત્યેની અમારી કોઇ પણ પ્રતિબદ્ધતા વિશે અથવા અમે તમારી પાસે જે અપેક્ષા રાખીએ છીએ તે વિષે તમને પ્રશ્નો અથવા ચિંતા હોય તો, તમે અમારો સંપર્ક કરો અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરો.

QC57511